હાસ્ય લહરી - ૬૧

  • 2.4k
  • 970

સખણા રહેજો નાથ.!                         એકપણ ‘પતો’ એવો નહિ હોય કે, (પતો એટલે, પતિનું બહુવચન..!) પત્ની દ્વારા જેમને કોઈને કોઈ ચેતવણી મળી ના હોય..!  ‘સખણા રહેજો નાથ’ જેવી રોમેન્ટિક ચેતવણી તો મળી જ હોય. આ તો એક નમુનો.! બાકી કોઈ ભણેલ-ગણેલ પતિ ભલે ને મોટો વિદ્યાપતિ હોય કે સત્તાધીશ હોય, એને પણ એવું સાંભળવા તો મળ્યું જ હશે કે, 'તમને એમાં સમજ નહિ પડે..!'  જેમને પત્ની તરફથી આવી સુચના નહિ મળી હોય, એને બેધડક પરમેશ્વર કહી શકાય. ઝાડવે-ઝાડવે જુદા ફળ એમ, દરેક પત્નીના પ્રેમના પરચા સરખા હોતા નથી. માપવાની ફૂટપટ્ટી દરેકની