હાસ્ય લહરી - ૫૯

  • 2.4k
  • 880

માણસ નામે બરફનો ગોળો..!                                      માણસ એટલે બરફનો ગોળો..! ટેસ્ટી બરફ ગોળો..! પીગળે પણ જલ્દી, ને પાણી-પાણી થઇ જાય પણ જલ્દી..! શિયાળામાં શોધવો પડે, ને ઉનાળામાં ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, ઠેર ઠેર રેંકડીમાં મળે..!’ એ રંગીન હોય, ટાઢો હોય, નરમ હોય, સ્વાદિષ્ટ હોય, ને હવામાન પ્રમાણે આકાર બદલતો હોય..! પણ ગોળામાં ખોસેલી સળીને ખબર હોય કે, ખતમ થયા પછી જાલિમ મને ફેંકી જ દેવાનો, છતાં ‘ફાઈટ ટુ ફીનીશ’ સુધી સૈનિકની માફક ઝઝૂમે. ગોળાને ખરવા નહિ દે..! સાચો મિત્ર પણ માણસને પડવા નહિ દે, બરફ ગોળાની સળી જેવો જ હોય. બરફ ગોળાની માફક મિત્રોના પણ પ્રકાર આવે.  સ્વાર્થી મિત્રોના મિજાજ થોડાં અલગ,