હાસ્ય લહરી - ૫૬

  • 2.2k
  • 902

માન ન માન તેરા મહેમાન..!                           જ્યારથી બહેનોમાં લેંઘાને બદલે પ્લાઝોનો ક્રેઝ આવ્યો ત્યારથી, બાપાઓની દશા બેસી ગઈ. એમના  લેંઘા પ્લાઝા થઇ ગયાં..! બરમૂડા ઉપર આવી જવાનું કારણ પણ એ જ...! પુરુષ કરતાં પુરુષના પરીધાનનું ચીર-હરણ થવા માંડ્યું છે દાદૂ..! પ્રાણીઓને હું અગમ બુદ્ધીશાળી એટલે કહું કે, તેઓ વસ્ત્રો ધારણ જ નહિ કરે. જેથી ચીર હરણ થવાનો પ્રશ્ન જ નહિ આવે. આપણા આદિ+ આદિ+આદિ પૂર્વજો પણ ક્યાં વસ્ત્રો પહેરતાં હતાં..? હાલની સદી ભલે ડીજીટલ સદી કહેવાતી હોય,  પણ એ ડીઝાઈન સદી પણ બની. દિવસે-દિવસે દરેક ક્ષેત્રની ડીઝાઈન બદલાતી ચાલી. તારિકાઓ તો સિલાઈ વગરનું કપડું ખભે નાંખે તો એ પણ ડીઝાઈન..! હમણાં મારા