હાસ્ય લહરી - ૫૩

  • 2.6k
  • 928

ટાઢું ખાવાનો પણ એક ‘ટેસ્ટ’ છે..!                                       ટાઢું..એટલે, મંદ, ઢીલા સ્વભાવનો..ટાઢો ! શાંતિનો સ્વામી, નહિ ક્રોધની ગરમી કાઢે કે નહિ કામમાં પૈડા લગાવે, ક્યારેય ઉશ્કેરાય નહિ તેવો..! સમજો ને કે મારા જેવો..! શ્રાવણનાં બધાં તહેવારો ટેસ્ટી, પણ શીતળા-સાતમ આવે ને પેટમાં પંચર થવા માંડે..! આખું વર્ષ તો ટાઢું ખાતાં જ હોય, પણ ટાઢી શીળી  એટલે ટાઢું ખાવાનો સ્પેશ્ય દિવસ, એ દિવસે જડબેસલાક ચુલાબંધી..!  આગલે દિવસનું રાંધેલું ને સજ્જડ ટાઢું પડેલું જ ખાવાનું ને ટાઢા પાણીએ તહેવાર કાઢવાની..! એટલે તો ટાઢીશીળીના દિવસે કોઈ વરઘોડો કાઢતું નથી. હરખભેર વહુ લેવા જવાનું ને વદ્ધું ખાયને આવવાનું, એ કોને ગમે..? પણ, ગમાડવું પડે, શીતળા માતા