ક્યાં ખોવાણું પરચુરણ મારું..! ભૂકંપ આવે ને મોટી-મોટી ઈમારત ભૂગર્ભમાં ચાલી જાય, પર્વત રસાતાળ થઇ જાય ને દરિયો અસ્તિત્વ ગુમાવે એવું સાંભળેલું. રતનજી જાણે કેવો ચલણી ભૂકંપ આવ્પયો હશે તે, આખેઆખું પરચુરણ ક્પાયાંક ગરકાવ થઇ ગયું. મોટી-મોટી નોટ જ દેખાય, રૂપિયા નીચેનાં ચીલ્લર તો જાણે પાતાળમાં ચાલી ગયાં. ચિલ્લરના ફોટા જ જોવાના..! ભિખારી પાસે પરચૂરણની ભીખ માંગવી પડે બોસ..! જે લોકો બેંકને ખોખલી કરી ગયાં હોય, એમણે તો પરચુરણ ઉઠાવ્યું જ ના હોય..! જે હોય તે..! અમુક તો પૂરું પરચુરણ જોયા વિના જ પૃથ્વીસ્થ મટીને દેવસ્થ થઇ ગયાંનાં