કુતરાને માણસ નહિ કહેવાય,,! અમારા બારોટ એવું કહેતાં કે, અમારા વંશ વારસદારોમાં હાથીઓ પાળવાની ગુંજાશ હતી. પણ કોઈએ ‘ડોગી’ આઈ મીન કુતરા પાળેલા નહિ. ક્યારેય કીડી-મંકોડા પણ વેકેશન ગાળવા આવતા નહિ. માત્ર માણસ જ પાળતા. તમને જાણીને નવાઈ લાગશે કે, ‘ઝુકેગા નહિ સાલા’ વાળી મૂળ લાઈન તો અમારા વંશજોની..! અમારા વંશજોમાં કોઈનો મણકો વચ્ચેથી તૂટેલો નહિ, અને ખભો ચઢાવેલો નહિ, એટલે આ ‘ડાયલોગ’ હવામાં ઓગળી ગયેલો. જેને ફિલ્મ ‘પુષ્પા’ એ જીવાડ્યો..! જોવાની વાત એ છે કે, માણસ સિવાયના પ્રાણી માત્ર સાથે કઠોર સંબંધ હોવાં છતાં, આજ સુધી કોઈ પ્રાણીએ નહિ બગાડ્યું હોય, એનાથી વધારે દુખી માણસથી થયા. કૂતરાની વાત કરીએ તો, સમ