હાસ્ય લહરી - ૪૮

  • 2.5k
  • 958

દોઢ-ડાહ્યાની દોઢ ડાયરી                                     સંગીતકારને એકવાર ગળું ખંખેરવાની ઉપડવી જોઈએ. બહારની ચામડી હોય તો ખંજવાળી લેવાય, ગળું ખંજવાળવાથી કળ નહિ વળે..! ગાળામાં ભેરવાયેલો ભૂપાલી-ભૈરવ કે ભૈરવી જ્યાં સુધી બહાર કાઢે નહિ, ત્યાં સુધી  ચિત્તનું ચોઘડિયું જ નહિ બદલાય. વાજા-પેટી પકડીને ખૂણા શોધવા જ પડે. મને પણ આજે 'દોઢ-ડાહ્યા' ને પાયે બેઠી છે. દોઢ-ડાહ્યો એટલે માનવ અવતારની છેલ્લી જાગીર..!  ( ડાહ્યો-ગાંડો અને દોઢ-ડાહ્યો..!) આવાં ઢગાઓની કુંડળીમાં મોટી-મોટી ‘ઠોકવા’ ના યોગ વધારે હોય..!  હસવાનું ગીરવે મુકીને ગોળા ગબડાવવામાં  જ માહિર..! લેખકે આવાં લોકોનું ખોદકામ તો ઠીક, ખણખોદ પણ નહિ કરવી જોઈએ. યાર..લોકોને હસાવવા કંઈક તો જોઈએ ને..?  હસાવવાનું કામ હાસ્ય લેખક નહિ કરે તો