ચાલ હથેળીમાં ચાંદ બતાવું...! હથેળીમાં ચાંદ બતાવનારાઓના હાથ હેઠા પડતાં હોય તો, શરદ પૂર્ણિમાનો ચાંદ જોઇને.! હથેળી વામણી પડી જાય ને આંખમાં ઝાંખપ આવવા માંડે. લોકો અમસ્તા કરોડો રૂપિયાની ઘારી ખાયને ફાંદની વૃદ્ધિ કરતાં હશે? પણ કવિએ કહ્યું છે કે, ‘ સૌંદર્યને પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે..!’ સાવ સીધી વાત છે કે, કુવામાં હોય તો જ હવાડામાં આવવાનું. જેના કુવામાં જ ભમરડા ફરતા હોય, ને દેડકાઓ રેશનકાર્ડ કઢાવીને મૌજમાં જીવતા હોય, એની તો દયા જ ખાવાની. સ્વીકારી લેવાનું કે, કુવો જ ખાલી હોય તો હવાડો પણ ખાલી રહેવાનો. જેમ ગાંધીજીના રેંટીયા સાથે ફોટો પડાવવાથી ગાંધીજી નહિ થવાય, એવું માની લેવાનું. આકાશમાં સોળે કળાએ