હાસ્ય લહરી - ૩૭

  • 2.5k
  • 990

       હમ છોડ ચલે હૈ મહેફિલકો..! ' ટેકનોલોજી ' એટલી આગળ વધી ગઈ કે, સસલા કરતાં કાચબું આગળ નીકળી ગયું. કહો કે, પાટલુન કરતાં ખમીશ બેફામ બની ગયું..! ઓન લાઈન વાઈફ પણ મળવા માંડી, કોઈ વાતે આશ્ચર્યને અવકાશ જ નથી રહ્યો.! સબર કરો, આગે આગે દેખતા રહો, હોતા હૈ કયા..? બરમુડો બેઠો હોય બ્રિટનમાં, ને ફટાકડો રિમોટથી આંગણામાં ફોડે તો, ફાફડા જેવું મોંઢું ફાડી નવાઈ નહિ પામવાનું. એવો ઝંડો તો કાઢવો જ નહિ કે, ફલાણાએ ફલાણી બાબતમાં બોમ્બ ફોડ્યો..! ખોટાં ગલોફાં નહિ ફૂલાવવાના. ટેકનોલોજી ગમે એટલી ઉંચાઈએ જાય, અસંતોષ તો રહે જ..! જેનું સ્વચ્છંદી મન કાળી ચૌદશમાં પણ