એક બાજુ કુંવરજીભાઇનાં ફેરા વધી ગયા..."જગુ એક સરસ માગુ આવ્યુ છે...કેમીકલ માર્કેટનુ બહુ મોટુ નામ છે દિલીપભાઇ ,આપણા જાણીતાછે...સમજને આપણા ઘરના જ છે...સુરભી નામ છે છોકરીનુ ગ્રેજ્યુએટ છે હોં.....સુરભીગાંધી...ચંદ્રકાંત સાંભળે એ રીતે કુંવરજીબાપાએ તાર મેળવી સિતાર વગાડી... બાપાએ દાણા વેરવાનુચાલુ કર્યુ છે એમ સમજી ચંદ્રકાંત સાવધાન થઇ ગયા ,આખરે તો જયાબેનની ટ્રેઇનીંગ લીધી હતી .છોકરી મજાની કોમર્સ ગ્રેજ્યુએટ છે...એકદમ નમણી છે.સંસ્કારી તો છે જ .બહુ ઉંચી નહી બહુ નીચીનહી બસ આપણાં કુંવર સાથે શોભા એવી …તીરછી નજરે કુંવરજીબાપા ચંદ્રકાંતને જોઇ રહ્યા હતાં. વળીમાં બાપતો સાવ ગાય જેવા છે..જગુ..બહુ રાંક...માણસો ...એક નાનો દીકરો છે બસ…મારો તોપડ્યો બોલ જીલે એવા હોં...વળી આપણા