કોને ભૂલુંને કોને સમરુ રે - 149

  • 1.4k
  • 640

એ દિવસે સમય કાઢીને ચંદ્રકાંત શામશેઠ સ્ટ્રીટના નાકે ઉભા હતા..એમ એસ એમ રીફિલવાળાગુણવંતકાકા આવ્યા નહોતા...પણ તેની રાહ જોતા દિનુ ઉર્ફે દિનેશ મળી ગયો..."તમે ..તું ક્યાંક આપણે બહુ સારી રીતે મળ્યા છીએ તું અમરેલીમાં મારી સાથે હતો..?"ચંદ્રકાંત"મેં તમને જોયા ત્યારનો હું ઓળખી ગયેલો કે તમે ચંદ્રકાંત સંધવી જ છો .આપણે ફોરવર્ડમા સાથેહતા..તમે એ ક્લાસ ઘોડાદરાસાહેબ વાળા અમે બી મધુભાઇ ભટ્ટવાળા.. તમને યાદ હોયતો જાડીયોમણીયાર મારો ખાસ જીગરી હતો..!"અરે હાં યાર હવે તમે તમે નહી કરતો તું કહે એટલે અમરેલી યાદ આવે.પણ મણીયાર તો આર્ટસકોલેજમાં ગયેલો ?તનેતો મેં પછી જોયો જ નહી...હું ત્યાંય જૈન બોર્ડીંગમા હતો નવલભાઇવાળી યાદઆવ્યુ ..?નવલભાઇનો પણ માનીતો હતો..પણ