કોને ભૂલુંને કોને સમરુ રે - 143

  • 1.5k
  • 626

એ શનિવારે બાપુજી ઉર્ફે ભાઇનુ ઇનલેંડ આવ્યુ હતુ...ચિ.ચંદ્રકાંત,હવે તમારી બાને એમ લાગે છે કે છોકરાને બહારના રોટલા ખાવાના બંધ કરાવવા જોઇએએટલે તને અગાઉ લખ્યુ હતુંકે આપડે રહેવા માટેનાની જગ્યા તો લેવી પડશે..તારી મોટીબેન સાથે મેંવાત કરી લીધી છે..મેં હાવાભાઇ (મોટાભાઇ)સાથે પણ વાત કરી લીધી છે ..મારી પોલીસી સામે મનેબાર હજાર મળશે બીજુ પાંચ હજારઆપણી પેઢીમાંથી ઉપાડ કરવો પડશે બાકી તારીબાની બચતનાબે હજાર મળીને કુલસત્તર હજાર જમા કર્યા છે હવે ખુટતા પૈસા તું ગમ્મેતેમ કરીને નાખીને જલ્દી જગ્યાનુકર..મોટીબેને પણ બોરીવલીથી આગળ ન જવાય તેવુ પાકુ કરીને ચંદ્રકાંતને હુકમ કર્યો"તારો ધંધો થોડાદિવસ પડતો મુક નહીતો ઓછો કર અને જગ્યા માટે દોડાદોડી શરુ