હાસ્ય લહરી - ૩૬

  • 2.6k
  • 1k

  સ્ટેશન એ ટેન્શનનું મારણ છે..! ચમનિયાની વાત કરવાની સ્ટાઈલ જ અનોખી..! માયાજાળ એવી બિછાવે કે, પલળી જવાય. એની વાણીમાં જે ફસાયો, એ મરે નહિ, પણ માંદો તો જરૂર પડે..! નેતાની વાણીમાં પ્રજા જેમ પ્રજા થઇ જાય, એમ એની ચંચી પણ અનેકવાર ભીંજાયેલી. ખાબોચિયું સેવે છે બોલો..! કોને કહેવું..? મંગળફેરાના નિયમ જ એવાં કે, એકવાર ફર્યા એટલે ફર્યા, એમાં રીવર્સ ગીયર તો આવે નહિ. એટલે તો ચંચી રંગીન બરફગોળાની માફક જિંદગી જીવે છે. એક સોજ્જી કહેવત છે કે, '' જીભને જીવતી રાખવાની. કાગડા પણ ભોંઠા પડે. આંખ કાઢી નહિ જાય.! " ચમનિયાનો જનમ પારસી હોસ્પિટલમાં થયેલો. એટલે વાઈબ્રેશન એવાં ચોંટેલા