પ્રેમ - નફરત - ૫૨

(34)
  • 4.3k
  • 4
  • 2.7k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૨ આરવ હસીન સપનાઓ જોઇ રહ્યો હતો એ સાકાર થઇ શક્યા નહીં એનો મનમાં રંજ હતો પણ રચના પ્રત્યેની લાગણીને કારણે એને કંઇ કહી શક્યો ન હતો. તેણે રચનાને 'શુભરાત્રિ' કહ્યું ત્યારે એના મનમાં અચાનક એક અશુભ વિચાર ચમકી ગયો. તે આંખો બંધ કરીને પડી રહ્યો. તેના મનમાં સવાલોની ઝડી લાગી ગઇ... રચના સાથે લગ્ન કરવામાં ઉતાવળ તો કરી નથી ને? માત્ર તેના સારા સ્વભાવ અને એની કામગીરીને જોઇને જ લગ્ન કરવા તૈયાર થઇ ગયો ન હતો ને? હા, રચના વિશે એણે પૂરતી માહિતી મેળવવાની દરકાર રાખી નથી. પરિવારમાં ખરેખર માત્ર એની માતા જ