ઋણાનુબંધ - ભાગ-7

(18)
  • 3.3k
  • 1
  • 2k

ઋણાનુબંધ ભાગ ૭ સામેનું દ્રશ્ય જોઈને મારુ દિમાગ સૂન્ન થઈ ગયું હતું. હાથપગ પાણી પાણી થઇ રહ્યાં હતાં. હૃદયના ધબકારા વધી ગયાં હતાં. એક પત્રકાર તરીકે આવા દ્રશ્યો જોવા અમારા માટે સામાન્ય હોય છે. ફરક એ હોય છે કે એ દ્રશ્યો કે ઘટનાઓ અમારા સાથે સીધી રીતે સંકળાયેલી નથી હોતી. અમારે ફક્ત રિપોર્ટિંગ કરવાનુ હોય છે. બની ગયેલી ઘટનાની જાણકારી અમને પહેલેથી હોય છે એટલે અમે માનસિક રીતે તૈયાર હોઇએ. જ્યારે અહીં ઉલટું હતું. આ ઘટનાનો સીધો સંબંધ મારી સાથે હતો. મેં પોતાની જાતને સંભાળી પોલીસને ફોન કર્યો. પોલીસ આવતાં સ્ટેટમેન્ટ લખાવી હું અને વિરાટ ત્યાંથી નીકળ્યા. હજુ એ દ્રશ્ય