દશાવતાર - પ્રકરણ 20

(161)
  • 4.7k
  • 2
  • 2.6k

          કાળજું કંપાવી નાખે તેવી ચીસો નાખતી આગગાડી સ્ટેશનમાં દાખલ થઈ. આગગાડી પણ એ જનરેટર જેમ ન સમજાય તેવી જ જટિલ રચના હતી. રણના સાપ જેમ રેતમાં દોડે એવી ગતિએ આગગાડી અંદર આવી. તેના પર ધુમાડાના વાદળો છવાયેલા હતા. તેનું એંજિન ધુમાડો ઓકતું હતું. લોકો કહેતા કે આગગાડી પ્રલયની દીકરી છે. એ વિરાટને સાચું લાગ્યું. તેણે આગગાડી જેટલી લાંબી વસ્તુ પહેલા કયારેય જોઈ નહોતી. વીજળીના અજવાળામાં તેનો પડછાયો રાક્ષસી સાપ જેમ છેક પ્રમુખગૃહ સુધી પહોચતો હતો.           પ્રમુખગૃહ સ્ટેશન મેદાનની બરાબર વચ્ચે હતું. તેની ડાબી તરફ પાટા હતા અને પાટાની પેલી તરફ