દશાવતાર - પ્રકરણ 19

(153)
  • 4.7k
  • 2
  • 2.5k

          રાતના દશેક વાગ્યા હતા. સાંજનું અંધારું ઢળ્યા પછી દીવાલની આ તરફ ભૂત અને રાક્ષસોનો સમય ગણવામાં આવતો. લોકો ઝૂંપડી બહાર નીકળવાનું પસંદ ન કરતાં પણ એ રાતે અંધારા કે ભૂતનો કોઈ ડર નહોતો. લોકો કારુના કામ માટે જઈ રહ્યા હતા અને એમને ખેલેલ કરવાની ભૂલ કોઈ રાક્ષસ પણ ન કરે તેવી લોકોમાં અફવાઓ હતી.           તેઓ સ્ટેશને પહોંચ્યા એ પછી પણ લોકોના ટોળાં સ્ટેશન તરફ આવતા હતા. વિરાટ સ્ટેશન પહેલીવાર જોઈ રહ્યો હતો. તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે સ્ટેશન આવી જગ્યા હશે. ચારે તરફ લોખંડ હતું અને આખા સ્ટેશન