દશાવતાર - પ્રકરણ 18

(159)
  • 4.6k
  • 1
  • 2.6k

          “વિરાટ..” છેવટે અનુજાએ વાત બદલી, “તમે બધા ભેગા થઈ અહીં વાદ વિવાદ કરશો કે કોઈ જઈને સુરતાને ઝૂંપડી બહાર નીકાળી સ્ટેશન જવાની હિંમત પણ આપશે?”           અનુજાની વાત વાજબી હતી. સ્ટેશન ગયા વિના કોઈ છૂટકો નહોતો. જે નામ નોંધાયા હતા એ બધા સ્ટેશન જઈ આગગાડીમાં ન બેસે તો બીજા દિવસે આજ્ઞા ન માનનારા લોકોની ઝૂંપડીઓ પર આક્રમણ થાય અને નિર્ભય સિપાહીઓની નિર્દયતાનો સામનો કરવાનો વારો આવે.           કદાચ મુંજન પણ સમજતો હતો કે સુરતાને સ્ટેશન જવા હિંમત આપવી જરૂરી છે એટલે એ પણ ચૂપ રહ્યો.