કસોટી જીંદગી કી

  • 1.6k
  • 2
  • 634

// કસોટી જીંદગી કી // સવારનો સમય હતો. રાજ સુઇ રહ્યો હતો અને એકદમ તેને ઢંઢોળીને ઉઠાડ્યો. આંખો ખોલી તો સામે રાજની માસી ઉભી રહેલ હતી. માસીએ હાંફતા હાંફતા કહ્યું, ‘‘તને ખબર છે રાત્રે સપના ધનજીભાઈ સાળાની સાથે ભાગી ગઈ.” રાજે આંખો ખોલબંધ કરી કે તે કાંઇ સ્વપ્ન તો નથી જોઇ રહ્યો ને. તેણે તેની માસીને પુછ્યું, ‘‘તમને કોણે કહ્યું?”       માસીએ કહ્યું, ‘‘કોણ બચાવે…આખા ગામમાં તેના નામનો ઢંઢેરો પીટાઇ ગયો છે.” રાજ હેરાનપરેશાન થઇ ગયો હતો. જયારે રાત્રે તે તેના માસીની ઘરની બાજુમાં હતો, ક્યારે સપના ધનજીભાઈના સાળા કેયુર સાથે કંઇક ગડમથલ કરી રહીં હતી. ત્યારે એમ લાગેલ કે કંઇ કામ