હીરાની વીંટી

  • 2k
  • 1
  • 794

//હીરાની વીંટી//              નયના બહુ ખુબસુરત હતી. ઘઉંવર્ણી, મોટી મોટી ભૂરી આંખો, પાતળૂ અણીદાર નાખ, લાલ ગુલાબી હોઠ. જેના મુખ પરથી જ્યારે હાસ્યનો છલકાવ થતો કે સમયે તેના ગાલ જાણે નાની નાની ઘંટડીના રણકારની જેમ રૂમઝૂમ કરતાં દેખાતા હતાં.        રાહુલ અને નયના બંને શહેરની વચ્ચોવચ નદીકિનારે નજીકમાં આવેલ સોસાયટીમાં રહેતા હતાં. જે સાસાયટીમાં તેઓ રહ્યાં હતાં કે મધ્યમવર્ગીય હતી. આજુબાજુનો વિસ્તાર સ્લમવસ્તી ધરાવતો હતો. મોટા શહેરની અનેકોનેક જાહોજલાલી વચ્ચે રાહુલ તેના માતા-પિતા, નાની બહેન સાથે રહેતો હતો જ્યારે નયનાનું રહેઠાણ પણ નજીકમાં જ હતું.        રાહુલના પિતા સવારથી સાંજ દરમિયાન રીક્ષા ચલાવતાં હતાં. ઘરની પરિસ્થિતિને પરિણામે માતા ઘરે બેઠા સીલાઇકામ