//આઝાદીની પરાકાષ્ઠા// વિશ્વવિદ્યાલય કહેવામાં આવે પરંતુ વાતાવરણ કેવું હતું, જ્યાં દિવસમાં બધુ શાંત કોઇ જાતનો કોલાહલ દેખાતો નહોતો. પરંતુ જયાં સાંજ પડવાનો સમય જેમ થાય તેમ વાતાવરણમાં કંઇક મદહોશી થઇ જતી હતી. બસ મુક્ત વાતાવરણમાં રહેતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ શરાબ શરીરસુખને પોતાની સાચી આઝાદી સમજતા હતાં. એવામાં એક નાનકડા ગામમાંથી પોતાની કેરીયર બનાવવા માટે આવેલી મધુ પણ કરે તો શું કરે…….. મધુને જયારે ખબર પડી કે દિલ્હીની મશહૂર વિશ્વવિદ્યાલયમાં એમ.ફીલના અભ્યાસ માટે પસંદગી થઇ છે ત્યારે ખુશીના અતિરેકમાં પગ જાણે મારા જમીનથી એક ફૂટ ઉપર ચાલી રહ્યા હતાં. આવી મશહૂર વિશ્વવિદ્યાલયમાં એમ.ફીલના અભ્યાસ માટે પસંદગી થવાનો સીધો ઉદ્દેશ પણ એમ કહી શકાય કે પ્રગતિનાં સોપાન ક્યાંક ઉંચે જે રહ્યા છે. એમ.ફીલ પછી પીએચડી અને પછી કોઇ સારી વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર