સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -32

(62)
  • 5.5k
  • 1
  • 3.8k

સોહમને ટકોર કરેલી કે તારાં ઘરમાં કંઈક નેગેટીવ થવાનું છે એલર્ટ રહેજે જ્યાં મારી મદદની જરૂર પડે કહેજે હું તારાં સાથમાંજ છું અને આજે મારાં ઘરમાંજ મારે એલર્ટ થવાની જરૂર પડી છે. હું અઘોરવિદ્યા ભણીને તૈયાર થઇ મારી પાસે સિદ્ધિઓ છે હું ચપટી વગાડતાં તંત્ર મંત્રથી જાણી શકું નિવારણ લાવી દઉં પણ...એને ગુરુનાં શબ્દો યાદ આવી ગયાં. "સાવી તારી પાસે હવે સિદ્ધિ વિદ્યા છે તું અઘોરણ બની ચુકી છું તું આવનારી ઘટનાઓ જાણી શકીશ બીજાનાં ચહેરાં જોઈને એનાં પર આવનાર સંકટને જોઈ શકીશ જો એ તારી પાસે આવે મદદ માંગે તો તું નિવારણ પણ કરી શકીશ...તું સિદ્ધિ અઘોરણ જરૂર છે