સળંગ વાર્તા - ઈન્સ્પેક્ટર ACP એક કાલ્પનિક સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર ભાગ - ૨૩વાચક મિત્રો,ભાગ ૨૨માં આપણે જાણ્યું કે, ઈન્સ્પેકટર ACP ને, જટિલ થઈ રહેલાં તેજપૂરવાળા ચોરી, અને ખૂન કેસમાં, આંખો દેખી બાતમી મળતાં, ACP એ, અર્જન્ટમાં હવાલદાર દ્વારા ફોન કરાવીને, રમણીકભાઈને મળવા માટે, પોલીસ સ્ટેશન બોલાવ્યાં છે.આ બાજુ રમણીકભાઈ પણ, તેજપુર ગામથી પોલીસ સ્ટેશન જવા નીકળી રહ્યા છે, ત્યારેજ રમણીકભાઈ, અવિનાશને બાઈક ઉપર જતો જુએ છે, એટલે રમણીકભાઈ, અવિનાશને સાદ કરીને ઉભો રાખે છે, ને પછી... અવિનાશની નજીક જઈને, રમણીકભાઈ કહે છે.....રમણીકભાઈ :- અરે અવિનાશ, તુ કઈ બાજુ જઈ રહ્યો છે ? અવિનાશ : અંકલ, હું પેલાં ટ્રાવેલ્સવાળા ભુપેન્દ્રની ઓફિસ