ચોરોનો ખજાનો - 17

  • 3.7k
  • 1
  • 2.3k

ત્રીજો ટુકડો મળ્યો ધિરેનભાઈ સગરીયા ના ઘરે જ્યારે ડેની, સિરત, સુમંત અને દીવાન જમવા માટે ગયા ત્યારે કોઈ જોઈ ના જાય તે રીતે ડેની એક ખુલ્લા રૂમની અંદર દાખલ થઈ ગયો. અંદર જઈને તેણે રૂમનું બારણું પહેલાની જેમ જ ટેકવી દીધું. પણ અંદર જતાની સાથે જ તેના પગ એકદમ સ્થિર થઈ ગયા. તેની સામે જે હતું તેનાથી થોડીવાર માટે શું રીએકશન આપવું તે તેને સમજાઈ ન્હોતું રહ્યું. એટલે થોડીવાર તે શાંતિથી ઊભો રહ્યો. તેની સામે એક ખાટલામાં એક દાદી સૂતા હતા. તે દાદીની ઉંમર પણ લગભગ પેલા દાદાની જેમ એંસી-પંચાસિ વર્ષ જેટલી લાગતી હતી. જોતા એવું લાગતું હતું જાણે તેઓ