અભિવ્યક્તિ.. - 8 - યાદ ની ફરિયાદ

  • 2.5k
  • 1.1k

~ યાદ ની ફરિયાદ ~   ચાંદ એવો સજ્યો કે તારો અંદાજ યાદ આવી ગયો ફૂલો ના મહેંકવાથી તારો શ્વાસ યાદ આવી ગયો  ખુદ ના સાયાને જોઈને સાથે ઉભેલો તું યાદ આવી ગયો આઇનામાં તારી સાથે કરેલો એ વિવાદ યાદ આવી ગયો    ઘર ને ઝરૂખે મારા વાળમાં ફરતો તારો હાથ યાદ આવી ગયો સોફા ના ખૂણામાં જે કર્યો હતો એ હિસાબ યાદ આવી ગયો અગાશીમાં અચાનક આવીને પૂર્ણિમા ની રાતમાં      અધર પર અધર ના સ્પર્શનો અહેસાસ યાદ આવી ગયો     દીદાર ના તલબનો સમયકાળ યાદ આવી ગયો    મિલન પછી ફરીથી દૂર થવાનો વિષાદ યાદ આવી ગયો    તારા હોવાનો ક્યારેક ગૂમ થઇ જતો એ અનુભવ