પ્રેમનું રહસ્ય - 4

(43)
  • 5.3k
  • 3.2k

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૪ અખિલ માટે વધુ એક વખત સારિકાએ ઘેરું રહસ્ય ઊભું કર્યું હતું. થોડી ક્ષણો પહેલાં જ તે એની પાછળ દાદર ચઢી રહી હતી. હવે દેખાતી ન હતી. તેની સાથે પહેલી મુલાકાત થઇ ત્યારે સ્ટ્રીટલાઇટો બંધ થઇ ગઇ હતી. હવે જ્યારે એ પોતાના ઘરે જવા વિદાય લેવાની હતી ત્યારે લાઇટો ગુલ થઇ ગઇ છે. અખિલે તેને શોધવા માટે ફટાફટ મોબાઇલની ટોર્ચથી આમતેમ જોયું. ક્યાંય કોઇ અણસાર આવતો ન હતો. અખિલ બાઘો બનીને 'નીચે ચાવી લેવા જવું કે બેલ મારીને સંગીતાને ઉઠાડવી?' એવી અવઢવમાં ઊભો હતો ત્યાં રૂપાની ઘંટડીઓ રણકતી હોય એવો હસવાનો અવાજ આવ્યો. એણે ચોંકીને મોબાઇલની લાઇટ એ