વસુધા - વસુમાં - પ્રકરણ -60

(50)
  • 4.2k
  • 3
  • 2.4k

વસુધા-વસુમાં પ્રકરણ-60        વસુધા સરલાનાં પાછાં આવ્યા પછી ભાનુબહેન તરતજ કહ્યું “આ બધું ઉપાડ્યું છે તો પુરું થશેજ. પણ વસુધા આવતીકાલે તારાં ઘરે જવાનું છે ત્યાં બધીજ વ્યવહારીક વાતચીત થયાં પછી બધું કરશું એવી તારાં પાપાની ઇચ્છા છે”. ભાનુબહેન ગુણવંતભાઇનું નામ આગળ કરી વાતનો ઇશારો કરી લીધો.        વસુધાને થોડું આશ્ચર્ય  થયું એણે કહ્યું “એટલે ? મારે જે કરવાનું એ કરવાનું છે પછી એમાં વચ્ચે કંઈ વ્યવહારીક વાતો આવી ?” એમ પૂછીને ગુણવંતભાઇ સામે જોયું....        ગુણવંતભાઇએ કહ્યું “દીકરા તારી વાત સાચી છે જે કરવાનું છે એ કરવાનું પણ અમારેય તારું વિચારવાની ફરજ છે અને તારાં માવતર સાથે વાત કરવી