વારસદાર - 50

(91)
  • 6.8k
  • 6
  • 4.9k

વારસદાર પ્રકરણ 50કેતા ઝવેરી શીતલને લઈને મંથનના ઘરે સુંદરનગર ગઈ ત્યારે એ માત્ર અદિતિને મળવા અને મંથનનો સંસાર ફરી નોર્મલ થયો કે નહીં એ જોવા જ ગઈ હતી. પરંતુ ત્યાં ગયા પછી અદિતિએ જે વાત કરી અને મંથને સરોગેટ મધર બનવા માટે સારું પાત્ર મળે તો જ સંતાન માટે વિચારવું એવું જે કહ્યું એ પછી કેતાએ તરત જ નિર્ણય લઈ લીધો હતો. મંથનનું પોતાના માથે બહુ મોટું ઋણ હતું. એક તો એણે સાથે રહીને એના ગર્ભપાત કરાવવામાં મદદ કરી એની જિંદગી બચાવી હતી. બીજું પોતાના પરિવારને બોરીવલી શિફ્ટ કરી અઢી કરોડનો ફ્લેટ ગિફ્ટ આપ્યો હતો. આ ઋણને ચૂકવવાનો આ એક