વારસદાર - 48

(83)
  • 7k
  • 4
  • 5k

વારસદાર પ્રકરણ 48પોતાની થાળીમાં આજે બીજી વાર માલપૂડા અને દૂધપાક જોઈને મંથન અવાક થઈ ગયો. રાજન દેસાઈનો માઈન્ડ પાવર જબરદસ્ત કામ કરતો હતો ! એણે મનોમન રાજનને સલામ કરી.ક્રિએટિવ મેડીટેશન આટલું સરસ રીતે કામ કરતું હશે એ મંથનને પહેલીવાર સમજાયુ. એણે મનની શક્તિ ઉપર વાંચ્યું તો ઘણું હતું પણ પ્રેક્ટીકલ અનુભવ રાજને એને કરાવ્યો. રાજન નો પોતાના મન ઉપર જબરદસ્ત કાબુ હતો.જમીને બંને જણાં બેડરૂમમાં ગયાં. આજે રાત્રે અઠવાડિયાના વિરહ પછી પ્રેમી પંખીડાં ભેગાં થયાં હતાં. અદિતિને પોતાની ભૂલ સમજાઈ હતી તો મંથનને ગુરુદેવે એના પૂર્વ જન્મની વાત કરીને અદિતિના કારણે જ આ બધી જાહોજલાલી છે એવી વાત કરી હતી