વારસદાર - 47

(98)
  • 7.1k
  • 4
  • 5.1k

વારસદાર પ્રકરણ 47ચાર વાગે ઊઠીને રાજન દેસાઈ ઊંડા ધ્યાનમાં ડૂબી ગયો હતો. એ એવી સ્થિતિએ પહોંચી શકતો હતો કે આજુબાજુનો કોઈ ઘોંઘાટ પણ એને અસર કરી શકતો ન હતો. આ એવી સ્થિતિ છે કે જ્યારે માણસનું મગજ આલ્ફા લેવલે પહોંચીને થીટા લેવલ સુધી પહોંચી જાય. ખરેખર તો આ લેવલ નિદ્રા અવસ્થાનું છે જેમાં મગજ એકદમ શાંત થઈ જાય છે અને મગજના ઇલેક્ટ્રીક તરંગો પણ ઘણા ધીમા થઈ જાય છે. એનાથી પણ આગળનું એક લેવલ હોય છે જેને ડેલ્ટા લેવલ કહેવામાં આવે છે જેમાં બેહોશીની અવસ્થામાં જ્યારે માણસ હોય ત્યારે આ લેવલ એક્ટિવ હોય છે. એમાં મગજના તરંગો ખૂબ જ ધીમા