વારસદાર - 45

(84)
  • 6.9k
  • 5
  • 5k

વારસદાર પ્રકરણ 45મંથન જુનાગઢ ગયા છે એ સમાચાર સાંભળ્યા પછી અદિતિ પોતાના ઘરે બોરીવલીમાં વધુ રોકાઈ નહીં અને એક કલાકમાં જ તૈયાર થઈને મલાડ જવા માટે નીકળી ગઈ. આવતી વખતે એ મંથનની ગાડીમાં આવી હતી એટલે એની પોતાની ગાડી મલાડ પડી હતી. ટ્રેનમાં જવાના બદલે એણે રિક્ષા જ પકડી લીધી. " મને તો કંઈ ખબર જ નથી કે તમારા બંને વચ્ચે કોઈ અણબનાવ થયો છે ! મંથને પણ મને કોઈ વાત નથી કરી. મેં તારા વિશે એને પૂછ્યું હતું તો એણે કહ્યું કે અદિતિ હમણાં થોડા દિવસ મમ્મી પપ્પાના ઘરે રહેવા માંગે છે. એટલે હું કંઈ બોલી નહીં. " અદિતિ