વારસદાર - 42

(84)
  • 7k
  • 4
  • 5k

વારસદાર પ્રકરણ 42સમયને પસાર થતાં વાર લાગતી નથી. જોત જોતામાં બીજા આઠ મહિના પસાર થઈ ગયા. આઠ મહિના ઘણો લાંબો સમય ગાળો છે. આ આઠ મહિનામાં ઘણાં ઘટનાચક્રો આકાર લેતાં ગયાં. કેતા અને શીતલ બોરીવલી વેસ્ટમાં ગોરાઈ લીંક ઉપર બનેલાં અદિતિ ટાવર્સ ની બી વીંગમાં ૫૦૧ નંબરના ફ્લેટમાં શિફ્ટ થઈ ગયાં. મંથન નડિયાદ જઈને આવ્યો એ પછીના વીસેક દિવસ પછી શીતલ અને કેતા મુંબઈ આવ્યાં હતાં અને મંથન એમને બોરીવલી સ્ટેશનથી નવા ફ્લેટ ઉપર લઈ ગયો હતો. લોકેશન અને ફ્લેટ જોઈને કેતા અને શીતલ બંને ખૂબ જ ખુશ થઈ ગયાં હતાં. આખા ફ્લેટનું અવલોકન કર્યા પછી શીતલે દરેક રૂમની ઇન્ટિરિયર