વારસદાર - 41

(81)
  • 6.7k
  • 3
  • 5.3k

વારસદાર પ્રકરણ 41શીતલ અને કેતા મંથનની સાથે એની મર્સિડીઝમાં બેસીને રાજસ્થાન ગાર્ડન રેસ્ટોરન્ટ પહોંચી ગઈ. " તમે ખરેખર જાદુગર છો મંથન. તમે શીતલને પણ પટાવી લીધી. બાકી એ તો તમારી ઉપર એટલી બધી ગુસ્સે હતી કે તમને મળવા પણ નહોતી માગતી. પરાણે સમજાવીને મેં તમારી પાસે હોટલ મોકલી હતી. " રેસ્ટોરન્ટમાં ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા પછી કેતા બોલી. " જાદુગર તો નથી પરંતુ પ્રમાણિક જરૂર છું. મારા મનમાં કોઈ કપટ નથી હોતું. કોઈની પણ લાગણી હું દુભાવી શકતો નથી. સંજોગો ક્યારેક માણસને મજબૂર કરતા હોય છે. તમારા લોકો તરફ જો લાગણી ન હોત તો હું સ્પેશિયલ નડિયાદ આવ્યો જ ના