જાદુઈ ડબ્બી - પ્રકરણ 4

  • 3.4k
  • 1.6k

ભાગ 3માં સાપને બચાવવા બદલ વૈદેહિને જાદુઈ ડબ્બી સાપે આપી. આ જાદુઈ ડબ્બી આગળ તેને કેટલી મદદ રૂપ થશે. તે જોઈએ ભાગ 4માં. ************************ હવે વૈદેહીને ગધેડાં ચારાવવામાં મજા આવવા લાગી હતી. રોજ સવારે વહેલા ઊઠીને ઘરનું કામ પૂરું કરી ગધેડાં ચરાવવા નીકળી જતી. કપડાં તો સારા મળતા નહીં પરંતુ તેમ છતાં તે ખુશ રહેતી. સવારે ગધેડાં લઈને નીકળી જાય અને બપોર પડે એ પહેલાં તો એક ડબ્બી ખોલીને તળાવના કિનારે બે મોટા લીમડા નીચે બેસી જતી અને પછી સારું - સારું ખાવાનું બીજી ડબ્બી પાસે માંગતી. ક્યારેક તે તેના ગધેડાં માટે પણ સારો ઘાસ ચારો માંગતી. આવી સુખ શાંતિના