૨૯.ઉમ્મીદ અનોખી ઓટોમા પોતાની ઘરે પહોંચી. એણે ઓટોવાળાને પૈસા ચૂકવ્યા, અને એન્ટ્રેસ ગેટની બહાર ઉભી રહીને પોતાનાં ઘરને જોવાં લાગી. જે હવે ઘર રહ્યું જ ન હતું. હવે એ એક માત્ર બંગલો હતો. અનોખીની આંખો સામે એનાં બાળપણની યાદો તાજી થઈ ગઈ. જેમાં એ ક્યારેક બગીચામાં દોડી રહી હતી, અને પાછળ પાછળ એની મમ્મી પણ એને પકડવા દોડી રહી હતી. ક્યારેક એ મુના બાપુનાં ખંભે બેસીને આખાં ઘરનું ચક્કર લગાવી રહી હતી. બાળપણની યાદો તાજી થતાં જ અનોખીની આંખો ભરાઈ આવી. અનોખી પોતાની જાતને સંભાળીને આગળ વધી. અનોખી આ ઘર છોડીને, મુંબઈ છોડીને ગઈ. એને વર્ષો વીતી ગયાં હતાં. છતાંય