દશાવતાર - પ્રકરણ 16

(157)
  • 4.5k
  • 1
  • 2.8k

          “પણ અમને અંદાજ નથી કે ખરેખર ત્યાં શું છે.” કનિકાએ તેનું અધૂરું વાક્ય પૂરું કર્યું.           “તમે મને જે શીખવાડયું એ પૂરતું છે.” વિરાટે મક્કમતાથી કહ્યું.           ગુરુ જગમાલે વિરાટથી અળગા થઈ આંસુ લૂછયા, “ત્યાં કશું ચોરવાનો પ્રયત્ન ન કરીશ.”           “કેમ?”           “કેમકે ત્યાંના ગુપ્તચરો તસ્કરોને પકડવા છટકા ગોઠવે છે.” કનિકાએ જવાબ આપ્યો, “એ જાણી જોઈને જ્ઞાનના પુસ્તકો એવી જગ્યાએ મૂકે છે જ્યાંથી તમે એ ચોરી શકો અને એ તમને રંગે હાથ પકડી લે.”