ધ સ્કોર્પિયન - પ્રકરણ -47

(92)
  • 5.1k
  • 2
  • 3.2k

સ્કોર્પીયન પ્રકરણ : 47   DGP રાયબહાદુર એકદમ ગંભીર થઇ ગયાં...એમણે ફોન પર વાત પુરી કરી અને એક જીપ બીજી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આવી...સિદ્ધાર્થની ટુકડીનો ખાસ માણસ પવન અરોડા હતો...એ જીપમાંથી ઉતર્યો અને જીપની પાછળથી બીજા કર્મીઓની દેખરેખમાં તૌશીક લામા, સોફીયા અને ડેનીશ ઉતર્યા. સિદ્ધાર્થ આ બધાંને જોઈને ખુશ થઇ ગયો. પવને તૌશીકને લોકઅપમાં નાખવા એનાં સિપાહીને હુકમ કર્યો અને સોફીયા તથા ડેનીશને એનાં ગ્રુપનાં માણસો સાથે લોકાપમાંજ બીજા રૂમમાં નાંખવાં ઓર્ડર કર્યો. સિદ્ધાર્થ બધું જોઈ રહેલો. સોફીયાએ બુમ પાડીને સિદ્ધાર્થને કહ્યું ‘સર...સર...મને શા માટે લોકઅપમાં?  મેં શું કર્યું છે ? અમને તો જબરજસ્તી લઇ જવામાં આવેલાં. સર...સર...દેવ ક્યાં છે