નેહડો ( The heart of Gir ) - 73

(40)
  • 3.9k
  • 1
  • 1.7k

અનરાધાર વરસાદ પડવાથી ગીરમાં ઘડીકમાં નદીઓ અને વોકળામાં બે કાંઠે પાણી આવી જાય છે. માલધારીઓ પોતાના નેહડેથી ચાર પાંચ કિલોમીટર દૂર માલઢોર ચરાવવા જતા હોય છે. તેથી પાછા વળતી વખતે રસ્તામાં આવતી નદીઓ અને વોકળામાં વધારે પાણી હોય તો માલઢોરને ઉતારવા અઘરા પડે છે. તેથી આવો મુશળધાર વરસાદ ચાલુ થાય એટલે માલધારીઓ પોતાના માલઢોર ઘર બાજુ હાંકલવા માંડે છે. ગોવાળિયા પોતાના માલઢોર ભેગા કરવા અને કેડીએ ચડાવવા ખાસ પ્રકારના હાંકલા પાડી રહ્યા હતા. ગેલાને કનો દેખાયો નહીં એટલે તેણે ટેકરીની ધારે આવી કનાના નામની બૂમો પાડી. વરસાદ અને ગાજવીજ હજુ પણ ચાલુ જ હતા. કના અને રાધી માટે સમય થંભી