આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 15

  • 3.4k
  • 1
  • 1.8k

*.......*........*........*........*મમ્મી પપ્પા સાથે આભા પોતાના માસીના ઘરે લગ્ન માં પહોંચી. આમ તો એ મમ્મીનાં પિતરાઈ બહેન હતાં. પણ એમના સંબંધો સગાં કરતાં પણ વિશેષ હતાં." આવો, આવો..." રમા માસી દોડતા આવ્યા.. " બહું વહેલાં આવ્યાં તમે બધા? " મહેશ માસા કટાક્ષમાં બોલ્યા." અને આભા દીદી તમે તો પંદર દિવસ અગાઉ આવવાનાં હતાં ને? " દિપાલી ( રમા માસી ની નાની દિકરી જે આભા થી એકાદ વર્ષ નાની હશે) આભા થી રિસાઈ ને બોલી..." હવે બસ કરો બધા... નહીંતર એ અમારા લગ્ન પૂરાં થયાં પહેલા જ પાછી ભાગી જશે..." સાંચી દીદી ( રમા માસી ની મોટી દીકરી, જેના લગ્ન છે.) હસતાં