કનેક્શન-રૂહ સે રૂહ તક - 28

(12)
  • 3.3k
  • 1.5k

૨૮.કનેક્શન-રૂહ સે રૂહ તક બપોરનાં સાડા ત્રણ વાગ્યે અનોખી અમદાવાદનાં એરપોર્ટ પર હતી. એ આમ તો કાલે મુંબઈ જવાં માંગતી હતી. પણ, મુના બાપુએ અચાનક કરેલી આવી હરકતથી એણે આજે જ મુંબઈ જવાનું નક્કી કરી લીધું હતું. તાત્કાલિકમાં ટિકિટ બુક કરીને, એ અત્યારે પોતાની ફ્લાઈટનાં અનાઉસમેન્ટની રાહ જોઈ રહી હતી. ત્યાં જ એની ફ્લાઈટનું અનાઉસમેન્ટ થયું. એ તરત પોતાની બેગ લઈને ઉભી થઈ. થોડીવારમાં પ્લેને મુંબઈ તરફ ઉડાન ભરી લીધી. બરાબર ચારને ચાલીસ મિનિટે પ્લેન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું. અનોખી પોતાનાં સામાન સાથે એરપોર્ટની બહાર આવી. એને કોઈ લેવાં તો આવવાનું ન હતું. એટલે એ બહાર આવીને ઓટો રિક્ષા