શરદ્પૂર્ણિમાનું મહત્વ...

  • 3.4k
  • 1
  • 1.1k

શરદપૂનમની રાતડીને, ચંદ્ર ઉગ્યો આકાશ રે...શરદપૂર્ણિમાનો ઉત્સવ સમગ્ર ભારતભરમાં હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. શરદ્પૂર્ણિમાને માણેક ઠારી પૂનમ પણ કહેવામાં આવે છે.આસો સુદ- પૂનમે આકાશ એકદમ નિર્મળ હોય છે. ચંદ્ર સોળે કળાએ ખીલે છે. સફેદ ચાંદનીમાંથી કિરણો રેલાતા હોય છે. આ ચંદ્રમાના આ શાંત- શીતળ પ્રકાશથી વિધ વિધ વનસ્પતિઓ અને ઔષધિઓને પોષણ પ્રાપ્ત થાય છે.શરદ્પૂર્ણિમાના દિવસે શ્રીકૃષ્ણભગવાને યમુના નદીના કાંઠે ગોપીઓ સાથે રાસલીલા કરીને તેમને અત્તિ અલૌકિક સુખ આપ્યું હતું. શરદ્પૂર્ણિમાના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ તેમના સંતો ભક્તો સાથે અનેક રુપો ધારણ કરીને રાસલીલા કરેલી છે.આ શરદ્પૂર્ણિમા માટે એવું કહેવાય છે કે, રાત્રિએ લક્ષ્મીજી સ્વયં આકાશમાં વિચરે છે