એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૧

  • 2.8k
  • 1.3k

દેવના ઓફીસ ગયા પછી નિત્યા અને જસુબેન બ્રેકફાસ્ટ કરી રહ્યા હતા અને કાવ્યા એના રૂમમાંથી આવી. "જય શ્રી ક્રિષ્ના નીતુ,જય શ્રી ક્રિષ્ના નાની" "જય શ્રી ક્રિષ્ના"નિત્યા અને જસુબેન એક સાથે બોલ્યા. "ચલ બ્રેકફાસ્ટ કરી લે.હું ઓફીસ જતા તને કોલેજ ડ્રોપ કરું" "કેમ પપ્પા ગયા?" "હા" "પણ કેમ,આજ તો એમનો બર્થડે છે.આજ તો એ આપણી સાથે ટાઇમસ્પેન્ડ કરી શકે છે ને!" "દેવ અને ઘરે.......ઇમ્પોસીબલ"નિત્યાએ કહ્યું. "હા,ક્રિસમસની સિવાય તારો પપ્પો ક્યાં ઘરે રહે છે" "એમનું ચાલે તો ક્રિસમસના દિવસે પણ ઓફીસ ચાલુ રાખે પણ અહીંયાના રુલ્સ એન્ડ રેગ્યુલેશન એમને એ ન કરવા દે"નિત્યાએ કહ્યું. "હું શું કહું છું ખબર છે"કાવ્યા નાસ્તો કરતા