ધૂપ-છાઁવ - 75

(28)
  • 3.9k
  • 2
  • 2.3k

અપેક્ષાએ પોતાની મેમરીમાંથી અને ફોનમાંથી મિથિલને ડિલિટ કરી દીધો હતો પરંતુ મિથિલ હજી અપેક્ષાને છોડવા માટે તૈયાર નહોતો... બીજે દિવસે સવાર સવારમાં ફરીથી કોઈ અનક્નોવ્ન નંબર ઉપરથી ફોન આવ્યો... અને ફરીથી પોતાના ફોનમાં અનક્નોવ્ન નંબર જોઈને અપેક્ષા થોડી ડિસ્ટર્બ થઈ ગઈ તેણે ફોન ઉપાડવાનું ટાળ્યું અને ફોન સાઈલેન્ટ મોડ ઉપર મૂકી દીધો પરંતુ અવારનવાર તે નંબર ઉપરથી જ ફોન રીપીટ થયો એટલે અપેક્ષાએ ફોન ઉપાડવાની તસ્દી લીધી.. સામેથી એજ અવાજ આવ્યો મિથિલનો, તે હજુપણ અપેક્ષાને રીક્વેસ્ટ કરી રહ્યો હતો કે, "પ્લીઝ યાર આવું ન કરીશ મારી સાથે...અને હજુ તો તે આગળ બીજું કંઈ બોલવા જાય તે પહેલાં ફોન કટ થઈ