તલાશ - 2 ભાગ 44

(48)
  • 4.1k
  • 2
  • 2.2k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.   "રાઘવ ક્યાં છે તું?" રાઘવ નો મોટો ભાઈ મનોજે કણસતા અવાજે રાઘવને પૂછી રહ્યો હતો. "ભાઈ હું મોહન અંકલે થોડો સામાન મંગાવ્યો હતો એ લઇ રહ્યો છું અને પછી એમના ઘરે આપવા જઈશ." "તું જલ્દી ઘરે આવ, મને લાગે છે કે તારા ભાઈને હાર્ટ એટેક આવી રહ્યો છે એની છાતી માં અચાનક દુખાવો ઉપડ્યો છે. જલ્દીથી હોસ્પિટલમાં લઇ જવા પડશે." મનોજની પત્ની માલિનીએ રડતા અવાજે કહ્યું અને ફોન કટ કરી નાખ્યો. xxx "પપ્પા તમે ક્યાં છો અત્યારે?" સુમિતે અનોપચંદ ને