શ્રાપિત - 31

  • 2.4k
  • 1
  • 1.2k

આકાશનાં લગ્નની વિધિઓ પ્રારંભ થઇ ચુકી હતી. અવનીને બાજુમાં આવીને આકાશ તરફ જોતાં અવનીની લાલ આંખો ફરીથી ચમકવા લાગી. આકાશ અવનીને આમ જોતાં ફરીથી ચિંતામાં પડી જાઇ છે. લગ્નની વિધિઓ પરંપરા અનુસાર કરવામાં આવે છે. પંડિતજી વિધિ અનુસાર મુહૂર્તમાં બધી વિધિઓ પુરી કરે છે.હવેલીમાથી વ્હીલચેર પર અંદરથી અધિરાજને બેસાડીને નર્સ બહાર લઈ આવે છે. સુધા અધિરાજના હાથને આકાશનાં માથે મુકીને આશીર્વાદ અપાવે છે. આકાશ અધિરાજની હાલત જોઈને ભાવુક બની જાઈ છે. અધિરાજ બોલવાનો પ્રયત્ન કરે છે. છતાં બોલી નથી શકાતું. આકાશને જોતાં આંખોમાંથી લાગણીની સરવાણી વહેવા લાગે છે.મંડપ મુહર્તની વિધિ પુર્ણ કરવામાં આવે છે. બધાં મિત્રો બપોરનું ભોજન આરોગી રહ્યાં