પ્રેમનો અહેસાસ - 19

  • 2.9k
  • 1
  • 1.4k

માધવી ઘરે આવી ત્યારે શારદા બેન સિલાઈ મશીન પર બેસી કોઈ ઑડર સીવી રહયાં હતાં... માધવી ઘરે આવતા જ બોલી ઊઠે છે. "મમ્મી! હવે બસ... આજથી તારે આરામ કરવાનો અને તારી આ લાડકી પૈસા કમાઈ લાવશે. હવે મારો વારો. "એમ કહેતા માધવી શારદા બેનને વળગી પડી. શારદાબેન ની આંખો પણ ભીની થઈ ગઈ. "મતલબ ભગવાને મારી સાંભળી ખરી.. ભગવાન મારી લાડોને આમ જ સફળ બનાવે. ""મમ્મી લે આ મીઠાઈ.. તારું મોઢું મીઠું કર... મમ્મી લતા અને રાજ કયાં છે.. હવે એમની જવાબદારી પણ મારી.. ""દીદી અમે અહીં છીએ.. તમને ખૂબ ખૂબ અભિનંદન.. "રાજ અને લતા આવ્યા.. બંને બહુ ડાહ્યા અને