પ્રેમ - નફરત - ૫૦

(35)
  • 4.4k
  • 4
  • 2.9k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૦ આરવ પહેલી વખત દિલ ખોલીને નાચ્યો હતો. તેના દિલમાં ખુશીનો એટલો ઊભરો હતો કે નાચીને વ્યક્ત કરી રહ્યો હતો. રચનાના મનમાં પોતે આયોજન મુજબ જ આગળ વધી રહી હોવાની ખુશી હતી. એક પછી એક કદમ એકદમ વ્યવસ્થિત મૂકી રહી હતી. કોઇ અવરોધ આવી રહ્યો ન હતો. સાપસીડીની રમતમાં ઘણા નસીબદાર હોય છે જેમને સીડી જ મળે છે અને મંઝિલ પર ઝડપથી પહોંચી જાય છે. રચના પોતાને એવી જ ભાગ્યશાળી માની રહી હતી. જ્યારે મિત્રોએ બીજા એક ગીત પર ડાન્સ કરવાની ફરમાઇશ કરી ત્યારે આરવે હાંફતા- હાંફતા ના પાડી દીધી. પણ એ માન્યા નહીં.