નેહડો ( The heart of Gir ) - 72

(35)
  • 4.4k
  • 2
  • 1.8k

હિરણનદીના ખળખળ વહેતા પાણીને કાંઠે બેઠેલા રાધી અને કનો એકબીજાની મનની વાત સમજી તો રહ્યા હતા. પરંતુ મનની વાત મોઢે લાવી શકવા માટે તેના સંસ્કારો અને રિવાજોને લીધે અસમર્થ હતા. રાધીએ તેના મનનો ઉકળાટ માછલીની વાત કરીને હળવો કર્યો. વાતાવરણમાં હજી પણ ઉકળાટ હતો. આકાશમાં વાદળા ઘેરાઈ રહ્યા હતા. તેની વચ્ચેથી અલપ ઝલપ થતો સૂરજદાદો ઘડીક ઘડીક પોતાનો ગરમ સ્વભાવનો પર્ચો આપી જતા હતાં. જેના લીધે રાધી પરસેવાથી પલળી ગઈ હતી. રાધીના પરસેવામાં તેની યુવાની અને સ્ત્રીત્વની સુગંધ ભળી ગઈ હતી. આ સુગંધ કનાને મહેસુસ થઈ રહી હતી. રાધીના બદનની આ ખુશ્બુ અને ગોઠણ સુધી ખુલ્લા ભીંજાયેલા પગ કનાની યુવાનીને