ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. સુમિત અને સ્નેહા જમી રહ્યા ત્યાં દરવાજો ખુલ્યો અને ગોરબાપા એ રૂમમાં પ્રવેશ કર્યો કરચલી વાળો ચહેરો, માથે કપાળ માં બન્ને બાજુ ચંદન નું તિલક વચ્ચે કેસરી તિલક, ગળામાં માળાઓ. સફેદ ઝભ્ભો અને કિનારા વાળી ધોતી લગભગ 75-78 વર્ષની વયે પણ વિધ્વતાના તેજથી ચમકતો ચહેરો. સુમિત અને સ્નેહા એ એમને જોયા અને સહેજ આશ્ચર્ય અને આનંદ એમના ચહેરા પર ઉભરાયા. એ બન્ને શ્રદ્ધાપૂર્વક એમને પગે લાગ્યા. ગોરે આશીર્વચન કહ્યા. પછી સુમિતે પૂછ્યું. "ગોર બાપા આ બધું શું છે?" એ હતા