ચોરોનો ખજાનો - 13

(11)
  • 3.4k
  • 1
  • 2.3k

અજાણી નદી રાજખેરાં ચંબલ નદીની નજીક આવેલું રાજસ્થાનનું એક શહેર છે. સવારનો સમય છે. સૂરજ દૂર ક્ષિતિજે ડોકિયું કરીને બહાર નીકળવા માટે મથી રહ્યો હતો. અંધારું ધીમે ધીમે ઓછું થઈને પ્રકાશ ને પોતાની જગ્યા આપી રહ્યું હતું. આકાશમાં અનેક પક્ષીઓ ઉડી રહ્યા હતા. કબૂતરો નું એક જુંડ ઊડતું ઊડતું હોટેલની નજીક આવેલા એક મકાન પર કોઈએ નાખેલા દાણા ચણવા માટે આવીને બેઠું. સિરત અને તેની સાથેની બીજી ત્રણેય સ્ત્રીઓ તૈયાર થઈને નાસ્તો કરવા માટે હોટેલની નીચે આવેલા રેસ્ટોરન્ટ માં પહોંચી. દીવાન અને ડેની બાકીના સાથીઓને લઈને તેમના આવવાની જ રાહ જોઈ રહ્યા હતા. જ્યારે સિરત અને બાકીના લોકોએ નાસ્તો કરી